ડીસા રીજમેન્ટ વિસ્તારમાં બે જુથ વચ્ચે પથ્થર મારો થતાં ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:53:48
  • Views : 3077
  • Modified Date : 2021-10-04 11:53:48

     ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા વોર્ડ નંબર 2 માં રાવળ સમાજના પરીવારજનોમાં જુની અદાવત રાખીને મારામારીની ઘટના બનવા પામી હતી મારામારીની ઘટનામાં મકાનના શેડ પરથી પથ્થરમારો કરતાં હોવાનો વિડિયો સોશિઅલ મિડિયામાં વાયરલ થતાં ડીસા ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી  અને ઝઘડામાં સામેલ આને પથ્થરમારો કરનાર ત્રણ યુવકો સહીત  મહીલાઓ સાથે 7 જેટલાં લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લવાયા હતા અને અગાઉની જુની અદાવતમાં મારામારીની ઘટના બની હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું  પરંતુ ડીસા રીજમેન્ટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બનતાં ડીસા ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલો શાંત પાળયો હતો અને મારામારી ની ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News