થરાદમાંથી હલકી ગુણવત્તાનો ખોળ ભરેલી ટ્રક પોલીસે ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:36:27
  • Views : 331
  • Modified Date : 2021-10-08 11:36:27

     થરાદમાંથી કાકા કપાસીયા ખોળ નામની શંકાસ્પદ હલકી ગુણવત્તાનો ખોળ ભરેલી ટ્રક બુધવારે ઝડપાઇ હતી.વેપારીની ફરિયાદના આધારે પોલીસે 2.16 લાખની 255 બોરી કબજે લઇ તપાસ હાથ ધરી હતી . થરાદ માર્કેટમાં કાકા કપાસીયા ખોળની ડીલરશીપ ધરાવતા વેપારીને તેમની બ્રાન્ડના ભળતા નામ વાળું હલકી ગુણવત્તાનું ખોળ વેચાતું હોવાની બાતમી મળી હતી . આથી બુધવારે સવારે થરાદ માર્કેટયાર્ડ નજીક આવેલી ટ્રક નંબર જીજે - 08 - ઝેડ 9382 ને અટકાવીને થરાદ પોલીસને સોંપી હતી.પોલીસે જણાવ્યું હતું વેપારી રણછોડભાઇ ગંગારામભાઇ પટેલ કાકા કપાસીયા ખોળનું ઉત્પાદન કરતા હોઇ તેનો લોગોનો ગંગા ઇન્ડસ્ટ્રીજ  ના માલિકે ઉપયોગ કરી આ મિલના ભળતા નામે હલકી ગુણવત્તાની કાકા કપાસીયા ખોળનું ઉત્પાદન કરી મિલના માર્કાની ચોરી ( કૉપી ) કરી કોપી રાઇટના ગુના અંગેની ફરિયાદ નોંધાવી હતી . જેના આધારે પોલીસે 2.16 લાખની 255 બોરી કબજે લઇ ગંગા ઇન્ડસ્ટ્રીજના માલિક સામે ગુનોં નોંધ્યો હતો .

Download Our B K News Today App



Related News