ડિંડોલીમાં દારૂની મહેફિલ પર પોલીસની રેડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-27 14:51:01
  • Views : 98
  • Modified Date : 2023-08-27 14:51:01

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હોવાનું સામે આવ્યુ છે. ડિંડોલીના રાજ મહેલ કોમ્પ્લેક્ષની ઓફિસમાં પોલીસે રેડ પાડતા દારૂની મહેફિલ માણતા 20 લોકો ઝડપાયા હતા. જમીન દલાલ અનુરાગ શુક્લાએ જન્મદિવસ પર પાર્ટી રાખી હતી. ડિંડોલી પોલીસે દારૂ સાથે તમામ લોકોની અટકાયત કરી હતી. ઓફિસમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો આ તરફ અમદાવાદના સાણંદ કલહાર ગોલ્ફ ક્લબમાંથી ગ્રામ્ય LCBની ટીમે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. 6 જુગારીઓમાં સાણંદ શહેર ભાજપના પ્રમુખ કમલેશ વ્યાસનો પણ સમાવેશ હતો. ગ્રામ્ય LCBની ટીમે કમલેશ વ્યાસની ધરપકડ કરી હતી. ગ્રામ્ય LCB6 જુગારીઓ પાસેથી 2.97 લાખ રોકડ જપ્ત કરી હતી.

Download Our B K News Today App



Related News