થરાની સાંઈ ટાઉનશીપમાં ૨૦ હજારના મુદ્દામાલની ચોરી સઘન પોલીસ પેટ્રોલિંગની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-08 11:26:18
  • Views : 398
  • Modified Date : 2019-10-08 11:26:18

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા દિયોદર ત્રણ રસ્તે આવેલી સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં રવિવારની રાત્રિએ અજાણ્યા તસ્કરોએ પરિવારના સભ્યો માતાજીની પલ્લી ભરવા ગયેલા. બંધ મકાનનુ તાળું તોડી રોકડ મુદ્દામાલની ચોરી કરી
પલાયન થઈ ગયા હતા.
કાંકરેજ તાલુકના વેપારી મથક થરા ખાતે હાઇવે  સ્થિત સાંઈ ટાઉનશીપ સોસાયટી રહેતા શિક્ષક દમ્પતી ઠાકોર સોરાબજી અને ઠાકોર પુષ્પાબેન સોરાબજીના મકાન માં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ મકાનના નકુચા અને અંદરનો મૈન લોક તોડી પ્રવેશ કરી મકાનની અંદર રહેલા ચાંદીના દાગીના કેડ  જૂડો, લક્ષ્મીજીની મૂર્તિ, તેમજ રોકડ રકમ  અને એલ.જી કમ્પનીનો મોબાઇલ એમ કુલ મળી ૨૦,૦૦૦ / થી વધુના મુદ્દા માલની ચોરી કરી
પલાયન થઈ જતા આ બાબતે થરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. રહીશોમાં ફફડાટ ફેલાયો છે પરિણામે પોલીસ
પેટ્રોલિંગની માંગ કરવામા આવી રહી છે થરામાં થયેલ ચોરીની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તસ્કરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાબતે પોલીસે સોરાબજી ઠાકોરની અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News