ડીસાના ઉત્તર પોલીસ મથકના પોલીસ કર્મચારીએ ગ્રેડ પે વધારા બાબતે ધરણા પર બેઠેલ પોલીસકર્મી પર કરાશે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:54:26
  • Views : 203
  • Modified Date : 2022-03-26 11:54:26

કોઈપણ અધિકારીને જાણ કર્યા વગર ધરણા પર બેસતા તેની પર થશે કાર્યવાહી-શુશીલ અગ્રવાલ

 

 

ગ્રેડ પે વધારાના મુદ્દે સમગ્ર ગુજરાત ભરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડીસા ઉત્તર પોલીસ મથકના પોલીસ કર્મચારી પણ ગ્રેડ પે વધારા મુદ્દે ડીસા મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા.જે બાદ ઉત્તર પોલીસ મથકના પી.આઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.આ મુદ્દાને લઈ હવે પોલીસ દ્વારા જ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ડીસા સબ જેલ આગળ ગ્રેડ પે ની માગણી ને લઈને ધરણા પર બેસેલા પોલીસ કર્મી પર પાલનપુર એએસપી શુશીલ અગ્રવાલ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.ડીસા સબ જેલ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી ગ્રેડ પે અને અમદાવાદ ખાતે મહિલા પોલીસ કોસ્ટેબલ ને સસ્પેન્ડ તેમજ તેની સાથે થયેલ અન્યાય ને લઈ ને ડીસા સબ જેલ આગળ બેઠેલા ધરણા પર બેસેલા પોલીસ કર્મીને અટકાયત કરી હતી જે બાદ પાલનપુર એએસપી જણાવ્યું હતું કે ડીસા ખાતે સબ જેલ માં ફરજ બજાવતા અશોકભાઈ દેસાઈ ઉચ્ચ અધિકારી ની  પરમિશન વગર તેમજ ડ્રેશ માં ધરણા પર બેઠા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું પાલનપુર એએસપી શુશીલ અગ્રવાલ જણાવ્યું હતું...

Download Our B K News Today App



Related News