પાટણના પોલીસવડા શોભા ભુતડાને શાહી ઠાઠ સાથે પોલીસ પરિવારે વિદાય આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 12:31:23
  • Views : 1230
  • Modified Date : 2019-09-04 12:31:23

વિદાય લેતી સમયે શોભા ભુતડા પણ ભાવુક બનતા આંખમાંથી આંસુ સરી પડ્‌યા.
 પાટણ જિલ્લાના પોલીસ વડા શોભા ભુતડા ની દિલ્હી ખાતે જોઇન્ટ ડેપ્યુટી ડાયરેકટર એસ.પી. લેવલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવતા પાટણ પોલીસ પરિવારે શાહી ઠાઠથી પોતાના
પોલીસવડાને વિદાય આપી હતી અને આવી વિદાય
પોલીસવડાની પ્રથમ જોવા મળી હતી.  આ વિદાય આપતા
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભાવ જોઇને
પોલીસવડાની પણ આંખ ભીની થવા પામી હતી. ત્યારે હવે
પાટણના પોલીસવડા કોણ આવશે તે બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
 પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે શોભા ભુતડાને મુકવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો અને લુખ્ખાતત્વો પણ અંડરગ્રાઇન્ડ થઇ ગયા હતા.  તેમના સમયગાળા દરમ્યાન
પાટણ જીલ્લાનો પોલીસનો ચિતાર બદલી નાંખ્યો હતો. જ્યાં પોલીસના નામથી લોકોને નફરત હતી ત્યાં આ શોભા ભુતડાએ લોકોને સાથે હળીમળીને લોકોના દિલ જીતી લીધા હતા. બીજી તરફ પોતાના પતિ અને બનાસકાંઠાના
પોલીસવડા પ્રદિપ સેજુલની પણ સમગ્ર જિલ્લામાં વાહવાહ જોવા મળી રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ બન્ને બાહોસ અધિકારીઓને ગુજરાતમાંથી ડેપ્યુટેશન ઉપર દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા અને તેમને દિલ્હી ખાતે જોઇન્ટ ડેપ્યુટી ડાયરેકટર એસ.પી. લેવલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટેશન
ઉપર મુકવામાં આવેલ  જેથી પાટણ જિલ્લાના બાહોશ, કર્મઠ અને જાંબાઝ પોલીસ અધિક્ષક શોભાબેન ભૂતડાનો વિદાય સમારોહ મંગળવારે સવારે ૧૧ કલાકે જિલ્લા પોલીસ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓએ પોતાના ચેમ્બરથી ગાડી સુધી ગુલાબની પંખડીઓ પાથરી હતી  ત્યાં ગાડીમાં બેસાડી પોલીસ કર્મીઓએ ગાડીને દોરીને કાર્યક્રમ સ્થળ સુધી લઇ ગયા હતા. અને તેમને વિદાય આપી હતી. આ પોલીસનો પોતાના પ્રત્યેનો ભાવ જોઇએ ખુદ શોભા ભુતડાની આંખો પણ ભરાઇ આવી હતી અને ભાવુક બની ગયા હતા. આવી પોલીસવડાની ઉત્તર ગુજરાત નહી પરંતુ ગુજરાતમાં સૌ પ્રથમ વિદાય હસે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ડી.વાય.એસ.પીઓ તેમજ મોટી સંખ્યામાં પોલિસ ઇન્સ્પેકટરો અને સબ પોલીસ ઇસ્પેક્ટરોની સાથે સાથે પોલીસકર્મીઓ તેમજ પાટણના નાગરીકો પણ  હાજર રહ્યા હતા. જેમાં કેટલાક પોલીસકર્મીઓની આંખમાં આંસુ પણ જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ હવે પાટણના પોલીસવડા કોણ હશે તે બાબતે પણ સવાલો ઉભા થવા પામ્યા હતા અને બે નંબરના ધંધાવાળા લોકોમાં પણ ખુશાલી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News