બનાસકાઠાં એ.સી.બી. ની સફળ ટ્રેપ પોલીસ બેડામાં ખળભળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 10:41:33
  • Views : 850
  • Modified Date : 2019-06-12 10:41:33

શિહોરી પોલીસ સ્ટેશનની પી. એસ.આઈ વર્ષા જુના દારૂના કેસમાં આરોપીને  રિમાન્ડ દરમ્યાન હેરાન પરેશાન ન કરવા અને જામીન પાત્ર કાગળો કરવા માટે આરોપીના પુત્ર પાસે લાંચની માગણી કરતા  આજે દિયોદર પોલીસ મથકમાં ઇન્ચાર્જ તરીકે ર૦ હજારની લાંચ લેતા એ.સી.બીના હાથે રંગેહાથ ઝડપાયો બનાસકાઠાં જિલ્લા પોલીસ બેડામાં  ખળભળાટ મચી જવા પામ્યો છે.જાણવા મળતી માહિતી મુજબ શિહોરી પોલીસ મથકમાં વર્ષાજુના દારૂના કેસમાં રાણીવડાના કુંડા ગામના રૂગનાથરામ વિશ્વનોઈનું નામ ખુલતા શિહોરી પોલીસે રાજસ્થાનમાંથી રૂગનાથરામ વિશ્નોઈની ધરપકડ કરી હતી. જેમાં આરોપીને રિમાન્ડમાં હેરાન ન કરવા માટે અને જામીનપાત્ર કેસના કાગળો કરવા માટે આરોપીના પુત્રસુરેન્દ્રરામ રૂગનાથરામ વિશ્નોઈ પાસે ર૦ હજારની માગણી કરી હતી. જે મામલે આરોપીના પુત્રે પાલનપુર એ.બી.સી.માં  ફરિયાદ આપતા તા - ૧૦/૬/ર૦૧૮ના રોજ શિહોરી પી.એસ.આઈ. પી.જે.જેઠવા દિયોદર પોલીસ મથકના વિસ્તારમાં ઈન્ચાર્જમાં હતા .ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પી.એસ.આઈના ચેમ્બરમાં આરોપીના પુત્ર પાસેથી ર૦ હજારની લાંચ લેતા વોચમાં રહેલ એ.સી.બી.ની ટીમે  પી.એસ.આઈ. પી.જે.જેઠવાને રંગેહાથ ઝડપી પાડયા હતા અને લાંચ રૂશ્વતનો ગુન્હો નોંધ્યો હતો. બનાસકાઠાં એ.સી.બી.ની સફળ ટ્રેપ થતા બનાસકાંઠા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ર૦ હજાર નસ લાંચ લેતા એબીસીના હાથે ઝડપાતા સરહદી વિસ્તારમાં તેમજ જિલ્લામાં લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. 




Download Our B K News Today App



Related News