ગુટાકા અને પાન મસાલાના વિક્રેતાઓ પર પોલીસની લાંલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-30 11:55:26
  • Views : 1397
  • Modified Date : 2020-04-30 11:55:26

લોકડાઉનના સમયમાં
પોલીસ દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે વ્યસન કારો માટે તમાકુ ખુટકાનું વેચાણ કરતા માણસાના બે વેપારીની ગાંધીનગર એલસીબી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ૬૦ હજારથી વધુનો માલ જપ્ત કરી તેમની સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર શહેર જિલ્લાનું વહીવટી તંત્ર લોકડાઉનના કડક નિયમોનું પાલન કરાવવામાં સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે ગાંધીનગરના માણસા તાલુકાના પરબતપુરા ગામમાના એક વ્યક્તિ ગેરકાયદેસર ગુટખાનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે પોલીસે બે અલગ અલગ સ્થળે સ્થળતપાસ કરતાં કનુભાઈ શીવરામદાસ પટેલ રહે માઢીવાળો વાસ,
પરબતપુરા તથા કરીયાણાની દુકાનમાં ગુટકા વેચતા અશોકભાઈ ગોપાળદાસ પટેલ  રહે જુનામાઢવાળો વાસ
પરબતપુરા-માણસાને પકડી
પાડી તેમની પાસેથી ૬૨૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બન્ને વિરૂધ્ધ જાહેરનામા ભંગના અલગ અલગ ગુના માણસા
પોલીસ મથકમાં નોંધી તેમની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે વ્યસનના બંધાણીઓના કારણે છુપી રીતે પ
ાન મસાલાના વિક્રેતાઓ ઉંચાભાવે તમાકુનું વેચાણ કરતા હોવા છતાં લોકો તેમની પાસેથી ઉંચાભાવે તમાકુની ખરીદી કરી
 પોતાની તલપ છીપાવે છે. જ્યારે આ કપરા સમયમાં નાનાથી મોટા વેપારી પણ આ તકનો લાભ લઈ ઉંચાભાવે તમામ પાનમસાલાની ચીજવસ્તુનું વેચાણ કરી તગડી કમાણી કરી રહ્યા છે. ત્યારે
પોલીસ આ દિશામાં આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરે તો નવાઈની વાત નહી.

Download Our B K News Today App



Related News