લાખણી તાલુકાના સરકારી ગોળીયા મારામારીના કેસમાં આગથળા પોલીસની ચુપકીદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 11:52:27
  • Views : 1124
  • Modified Date : 2019-06-10 11:52:27

લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના  પટેલ તારાભાઇ અણદાભાઈના ખેતરમાં ઠાકોર શ્રવણજી કચરાજી તથા રાજૂજી કચરાજી  તથા શ્રવણજીનો ભાણેજ અને અન્ય  બીજા પંદર જેટલા અજાણ્યા શખ્સોએ  તારાભાઈને અને એમના માતા તથા ભાઈને મુઢ માર મારી જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી.
 તારીખ ૧/૬/૨૦૧૯ ના દિવસે આ બાબતમાં આગથળા પોલીસ સ્ટેશનમાં તારાભાઇ અણદાભાઈ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ
રાજકીય  દબાણ કરી પોલીસ સાથે સાંઠગાંઠ કરીને  આરોપીઓને છાવરે છે. આગથળા પોલીસ હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કોઈ પગલાં નથી. આગથળા પોલીસ આરોપીઓને  જાણતી હોવા છતા.  કોઈ પણ જાતના પગલાં નથી ભર્યા નથી. આરોપીઓ જુની અદાવત રાખીને ને તારાભાઈના ભાઇ દિનેશભાઈને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. ફરિયાદી તારાભાઇ અણદાભાઈ રજુઆત કરી હતી કે જલ્દીથી આરોપીઓને પકડી પોલીસ કાર્યવાહી કરવામાં આવે.


Download Our B K News Today App



Related News