કોંગી ધારાસભ્યોને સાબરમતી આશ્રમ જતા રોકવા પોલીસના ઉજાગરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:27:33
  • Views : 264
  • Modified Date : 2021-03-13 11:27:33

રાજ્યમાં ગાંધી આશ્રમ
પાસે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો. કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રા કાઢવાનુ નક્કી કર્યુ હતુ. ત્યારે શહેરમાં આવેલા સદસ્ય નિવાસમાં કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોને રોકવા માટે
ભાજપના ઘરે વિવાહ અને
પોલીસને ઉજાગરા જેવુ જાેવા મળ્યુ હતુ. ભાજપ અને કોંગ્રેસે એક જ દિવસે દાંડી યાત્રા કાઢવાનુ કહેતા કોંગ્રેસની યાત્રાને અસફળ બનાવવામાં આવી હતી. સદસ્ય નિવાસમાંથી
પોલીસે ૭ આગેવાનોની અટકાયત કરાઇ હતી.
મહાત્મા ગાંધીજી દ્વારા ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ સાબરમતિ આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનુ આયોજન કર્યુ હતુ. જેની યાદમાં આજે કોંગ્રેસ દ્વારા દાંડી બ્રીજ ઉપર જવાનુ નક્કી કર્યુ હતુ. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અભય ઘાટ પાસે હોવાના કારણે કોંગ્રેસના આગેવાનોને અટકાવવામાં આવ્યા હતા. ગુરૂવાર મોડી રાતથી જ સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી પોલીસે ધારાસભ્ય નિવાસમા ધામા નાખ્યા હતા. મોડી રાતથી જ નજરકેદ કરાયેલા  કોંગી ધારાસભ્યોને અમદાવાદ જતા અટકાવવામાં પોલીસની ખો નિકળી ગઇ હતી. આખી રાત પોલીસની ૩ પીસીઆર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતુ હતુ.
બીજી તરફ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા સવારે પોતાના ક્વોટર્સમાંથી એક પછી એક ધારાસભ્ય બહાર નિકળતા કોંગ્રેસના ધારાસભ્ય સહિત સાત આગેવાનોની અટકાયત કરાઇ હતી. જેમાં પાલ આંબલીયા, કેતન વાણિયા, સુરેન્દ્ર સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, જેસાભાઇ આંબલીયા, હરદિપસિંહ જેઠવા, પ્રતાપસિંહ જાડેજા અને કેતન વાલીયાની અટકાયત કરાઇ હતી. પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને નજરકેદ કર્યા હતા. ઘરની બહાર નિકળતા પોલીસ અને આગેવાનો સાથે ઘર્ષણના બનાવો જાેવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News