વાવોલમાં દારૂ પકડવા ગયેલી પોલીસને હથિયાર મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 11:04:39
  • Views : 291
  • Modified Date : 2021-03-07 11:04:39

રાયસણ ફાર્મામંથી
પકડાયેલા દારૂમાં આરોપીઓની પૂછપરસ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વધુ દારૂ વાવોલમા પડ્યો છે. ત્યારે પોલીસ દારૂ પકડવા ગઇ હતી. જેમાં દારૂની સાથે હથિયાર મળી આવ્યા હતા.
પોલીસે અલગ અલગ હથિયાર અને દારૂ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગઇ કાલ શુક્રવારે રાયસણના ફાર્મમાંથી પાણીના પાઉચની આડમાં દારૂનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દહેગામના વકીલ સહિત ૬ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓની વધુ
પૂછતાસ કરતા વાવોલ કીર્તિધામ સોસાયટીમાં રહેતા જાેરૂ બિજલ મકવાણાના ઘરે રેઇડ કરી હતી. જેમાં પોલીસને મકાનની તપાસ કરતા બે મશીન કટ પિસ્તલ, કારતુસ ૭ નંગ, બે સ્ટીલના છરા અને એક લોખંડની નાની કુહાડી મળી કુલ ૨૧૫૦ની કિંમતના હથિયાર મળી આવ્યા હતા. જ્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬ બોટલ કિંમત ૯૬૦૦, ગંજીપાના અને પ્લાસ્ટીકના કોઇન મળી આવ્યા હતા. આ દારૂ દહેગામના વકીલ ગુણવંતલાલ મહેતા દ્વારા છુટક વેચાણ કરવા આપવામાં આવ્યો હતો. પોલીસે વધુ એક ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News