શ્રાવણ મહિનો દિયોદર પોલીસને ફળીભૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 11:45:20
  • Views : 509
  • Modified Date : 2019-08-23 11:45:20

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે સમગ્ર દિયોદર તાલુકામાં
ગંજીપાનાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. એમાં પણ દિયોદર પોલીસને આ શ્રાવણ મહિનામાં શિવજીની કૃપાના કારણે આ મહિનો ફળતો હોવાનું દેખાઈ રહ્યુ  છે. થોડાં દિવસ પહેલાં દિયોદર પોલીસે એક ગામમાંથી મોટા પ્રમાણમાં જુગારધામ ઉપર રેડ કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. જેમાં પોલીસે ૧૭ જેટલા જુગારીયા ઝડપાયા હોવા છતાં જુગારીયાને પોલીસ સ્ટેશન લાવવાના બદલે દિયોદર દેલવાડા રોડ ખાતે એક ગોડાઉનમાં લઇ ગયા હતા અને ત્યાં અમુક લોકો પાસેથી કેસ ના કરવાનું કહી મોટો તોડ કર્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. જયારે તેમાંથી અમુક લોકો સામે મીડિયામાં છવાવા માટે નાનો કેસ કર્યો હોવાનું દેખાઈ રહ્યુ છે.
દિનપ્રતિદિન દિયોદર
પોલીસમાં કહેવાતા બે ખાખી વર્ધી ધારીના કહેવા પ્રમાણે આખુ દિયોદર પોલીસ સ્ટેશન ચાલી રહ્યુ છે. જેમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે દિયોદર પોલીસને શિવજી પ્રસન્ન થયા હોય તેમ જુગારીયાને ઝડપી તોડ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પોલીસને આ શ્રાવણ મહિનો પણ ફળ્યો હોવાનું મનાય છે. ત્યારે હવે આવતી કાલે આઠમ હોવાથી પોલીસને જુગારીયા સામે ખેલ ખેલવામાં પણ બખા રહે તેવું દેખાઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News