ડીસા તાલુકાના અરણીવાડા રોડ તરફથી મુડેઠા ગામ તરફ જતા રોડ પરથી બે મોટર સાયકલ ચોર પોલીસે ઝડપી પાડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 13:45:36
  • Views : 464
  • Modified Date : 2021-09-28 13:45:36

     દિયોદર નાયબ પોલીસ અધિક્ષક  પી.એચ.ચૌધરી તથા એલસીબી પો.ઈન્સપેક્ટર એચ.પી પરમારના માર્ગદર્શન હેઠળ  પોલીસ સબ ઈન્સપેક્ટર આર.જે.ચૌધરી ભીલડી પોલીસ સ્ટેશન તથા એલસીબી ની ટીમ સંયુક્ત રીતે વાહનચોરીના ગુના શોધી કાઢવા ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચેકીંગમાં હતાં.તે દરમ્યાન અરણીવાડા રોડ તરફથી મુડેઠા ગામ તરફ બે મોટર સાયકલ આવતા જે બન્ને શંકાસ્પદ જણાતાં બંન્નેને રોકી તે મોટર સાયકલ ચાલકોના નામઠામ પુછતાં () વિક્રમજી અજમલજી જાતે રાઠોડ ..૨૫ ધંધો.મજુરી રહે.મુડેઠા (ભલાણી પાર્ટી) તા.ડીસા તથા () રણજીતજી સોવનજી જાતે રાઠોડ ..૨૬ ધંધો.મજુરી રહે.મુડેઠા (ભલાણી પાર્ટી) તા.ડીસાના હોવાનુ જણાવ્યું હતું.જે બાદ તેઓની પાસેના મોટર સાયકલો ના  કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ તથા સંતોષ કારક જવાબ આપતા બન્ને ઇસમોએ  મોટર સાયકલો બાબતે કોઇ પુરાવા રજું કરેલ હોઇ અને રાત્રીના સમયે મળી આવેલ હોઇ જેથી પકડાયેલ ઇસમો પર  સી.આર.પી.સી.. ૪૧()ડી મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી બન્ને મોટર સાયકલો  સી.આર.પી.સી ૧૦૨ મુજબ ક્બ્જે કરવામાં આવેલ  બાદ બંન્ને ઈસમો ની વધુ પુછપરછ કરતાં તેઓએ એકરાર કરેલ કે સદરી બંન્ને મોટર સાયકલો પૈકીની  એક મો.સા. આજથી ચારેક માસ અગાઉ પાલનપુર સીટીમાંથી તથા બીજી મો.સા એકાદ માસ અગાઉ ડીસા મહાકાલી પાન પાર્લર પાસે થી ચોરી કરેલ છે .

 

Download Our B K News Today App



Related News