ચોર ATM તોડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-06 16:09:56
  • Views : 100
  • Modified Date : 2023-10-06 16:09:56

 અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. જો કે પોલીસ પણ હવે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનેગારના ચોરી કરવાના ઇરાદાને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ એક ચોરના ચોરીના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.અમદાવાદમાં સાણંદ પોલીસે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. ચોર ATM મશીનને કટર વડે તોડી ચોરીનો પ્રયાસ કરતો હતો..જો કે પોલીસને જાણ થતા જ કટરથી ATM મશીન તોડે તે પહેલા જ ઝડપી પાડ્યો. સાણંદ પોલીસે પ્રશાંત ચોક્સી નામના આરોપીની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News