પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 15:03:44
  • Views : 94
  • Modified Date : 2023-06-23 15:03:44

  નવસારીના ગણદેવીના દુવાડામાં થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને હત્યારાને ઝડપી પાડયો છે. ગણદેવીના દુવાડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યા બાદ મહિલાની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.હત્યારાએ મૃતકને રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ બાદ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક સાથે દુષ્કર્મ થયું છે કે નહીં તેનો ખુલાસો પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં થશે. પોલીસે હાલ આરોપી મયુર ઉર્ફે માયા હળપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ અગાઉ નવસારીમાં 12 વર્ષની છોકરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

Download Our B K News Today App



Related News