પાલનપુરના કુંભાસણ ખાતે ચાર જુગારીઓને પોલીસે ઝડપી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:31:17
  • Views : 448
  • Modified Date : 2021-08-07 13:31:17

     પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે બાતમીના આધારે પચાસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સમગ્ર બાબતે ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢ પીએસઆઇ એલ.જે.વાળા ખાનગી રાહે બાતમી મળી કે કુંભાસણ ગામની સીમમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે ગઢ પોલીસ રેડ કરતાં સ્થળ ઉપરથી ૧૦૭૫૦ રૂપિયાની રોકડ રકમ તેમજ મોટર સાયકલ જેની કિંમત ૪૦હજાર રૂપિયા મળી ૫૦.૭૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ગઢ પોલીસે જુગારધારા કલમ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News