અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામે મહિલા પર દુષ્કર્મ આચરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:47:40
  • Views : 239
  • Modified Date : 2022-05-24 10:47:40

અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામે મહિલા પર દુષ્કર્મ આચરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે દિવસેને દિવસે કાયદા-કાનૂન કડક કરી રહ્યા છે પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લામાં મહિલા ઉપર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા આત્મહત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનપુરા ગામે ગેંગ રેપની ઘટનાઓ સામે આવી હતી. જેમાં કુદરતી હાજાતે ગયેલી મહિલા પર બે શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું આ સમગ્ર ઘટના બાદ મહિલાએ અમીરગઢ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અમીરગઢ પોલીસે પણ મહિલાની દુષ્કર્મની ફરિયાદના આધારે તપાસના દોર શરૂ કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ અમીરગઢ પોલીસે દુષ્કર્મ આચરનાર બે શખ્સોની અટકાયત કરી હતી જેમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર વિક્રમ ઠાકોર અને કિશન ને પોલીસે ઝડપી પાડી હાલ વધુ તપાસ હાથ ધરી છે સરકાર દ્વારા વારંવાર મહિલાઓ સુરક્ષિત રહે તે માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લામાં મહિલા ઉપર અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષિત રાખવા માટે આવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર મહિલાઓ પર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે

Download Our B K News Today App



Related News