ભારત બંધની પૂર્વ રાત્રીથી જ પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓની નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરી લીધી ગાંધીનગર જિલ્લામાં પોલીસના ડંડાથી બંધ નિષ્ફળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:30:43
  • Views : 296
  • Modified Date : 2020-12-09 11:30:43

દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં એક મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને  ૮ ડિસેમ્બરે કિસાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ૧૮ જેટલા રાજકીય પક્ષ દ્વારા આ બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં બંધની આંશિક અસર જાેવા મળી હતી. ભારત બંધ સફળ ન થાય તે માટે સરકારે પોલીસનો ઉપયોગ કર્યો હતો અને ૭ ડિસેમ્બરની રાત્રીથી જ સ્થાનિક નેતાઓની ધરપકડ શરૂ કરી દીધી હતી. મોટા ભાગના સ્થાનિક નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે જિલ્લા દહેગામમાં બજારો બંધ રહ્યા હતા. દહેગામ તાલુકાના ખેડૂતોએ બંધના એલાનમાં ટેકો આપ્યો હતો. જ્યારે કલોલ અને માણસા શહેરના બજારો ખુલ્લા જાેવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News