પૂર્વ શહેર ભાજપ પ્રમુખે સેક્ટર ૭ પોલીસ મથકમાં રોફ માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:09:37
  • Views : 294
  • Modified Date : 2021-03-26 11:09:37

મહાપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારો ડોક્યુમેન્ટ એકઠા કરવા લાગી ગયા છે. પરંતુ ક્યાંક
પ્રમાણપત્ર આપવામાં કર્મચારીઓ ડાંડઇ કરી રહ્યા છે તો ક્યાંક ઉમેદવારો કરી રહ્યા છે. ગુરૂવારે સવારના સમયે ગાંધીનગર શહેર ભાજપના
પૂર્વ પ્રમુખ સેક્ટર ૭ પોલીસ મથકમાં પ્રમાણપત્ર લેવા જતા રોફ માર્યો હતો. જેને લઇને પીએસઓ દ્વારા પોલીસની ડાયરીમાં નોંધ કરાઇ હતી.
સત્તાનો નશો પચાવવો ખૂબ જ કઠીન હોય છે, કેટલાક નેતાઓ પચાવી જાણે છે તો કેટલાક નશો બતાવી જાણે છે.  ગુરૂવારે આશરે ૧૦ વાગ્યાના અરસામાં ગાંધીનગર શહેર ભાજપના
પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ સેક્ટર ૭ પોલીસ મથકમાં
પહોંચ્યા હતા. જ્યાં તેઓ સીધા જ પીઆઇની ચેમ્બર તરફ જતા તેમને હાજર
પીએસઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેને લઇને તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.  તે સમયે સ્ટેશન ઓફિસર તરીકે અમરતભાઇ હતા, તે ઓળખી નહિ શકતા તેમને
પીઆઇ નથી, તમારે શું કામ છે કહેતા ઉગ્ર બોલાચાલી થઇ હતી.
જેમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પોતે પૂર્વ છે તેવું ભુલી ગયા હતા. તેમણે હંુ શહેર ભાજપનો પ્રમુખ છું તેમ કહ્યું હતંુ. તેમ છતા પીએસઓએ તેમને અટકાવ્યા હતા. અને
પીઆઇ નથી તેવો જવાબ આપ્યો હતો. ત્યારે રોફ મારવાના કારણે પીએસઓએ તેમની પોલીસની ડાયરીમાં નોંધ કરી હતી. ઉલ્લેખનિય છે કે, પ્રમાણપત્ર લેવામાં સૌથી વધુ ઉદ્ધતાઇ ભર્યુ વર્તન મહાનગર પાલિકામા જ ભાવિ નેતાઓને ખરાબ અનુભવ થઇ રહ્યા છે. ટેક્ષના પ્રમાણપત્ર લેવામાં કોન્ટ્રાક્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓ આડોડાઇ વધારે કરી રહી છે.

Download Our B K News Today App



Related News