ડીસામાં લવ જેહાદના વિરોધમાં નીકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરતાં લોકોમાં રોષ : એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:39:43
  • Views : 291
  • Modified Date : 2022-09-04 11:39:43

તાજેતરમાં માલગઢના એક યુવક પર વિધર્મીઓ દ્વારા ધર્મ પરીવર્તન કરવા માટેનું દબાણ કરવામાં આવતા યુવકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.. આ યુવકની દીકરી-દીકરા સહિત તેની પત્નીને પણ વિધર્મીઓ દ્વારા વશીકરણ કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યા બાદ કંટાળી ચૂકેલા આ યુવકે આટલું હીચકારુ પગલું ઉઠાવ્યા બાદ આજે આ ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે ડીસા ખાતે વિવિધ હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા.. આ રેલીનું પ્રસ્થાન ડીસાના સાઈબાબા મંદિરથી થયું હતું અને શહેરના ફુવારા સર્કલ થઈ મુખ્ય બજાર અને રિસાલા બજાર બાદ એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા બાદ આ રેલી પરત સાઈબાબા મંદિર ખાતે પહોંચી હતી.. પરંતુ આ રેલીના પ્રસ્થાન બાદ રેલી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી હતી.. તે દરમ્યાન પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી.. અને પોલીસના લાઠી ચાર્જના લીધે રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી.. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને લઈ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.. રેલી શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ રહી હતી તો પોલીસને લાઠીચાર્જ કરવાની જરૂર કેમ પડી...? શું આ લાઠી ચાર્જ પોલીસ દ્વારા કોઈના ઇશારે કરવામાં આવ્યો હતો...? આવા અનેક સવાલોને પગલે આજે ડીસા પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે.

Download Our B K News Today App



Related News