રાજસ્થાન તરફથી આવતા વાહનો પર પોલીસની બાજ નજર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 17:37:21
  • Views : 83
  • Modified Date : 2023-12-31 17:37:21

અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન રાજ્યને જોડતી બોર્ડર પર પોલીસ દ્વારા સતત બાજ નજર છેલ્લા કેટલાક દિવસથી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે લાખો રુપિયાની દારુની હેરાફેરીને ઝડપી પાડી છે. થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ દ્વારા દારુ પીને પાડોશી રાજ્યમાંથી આવનારાઓ સામે કાર્યવાહી કરવા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર પોલીસનો મોટો કાફલો ખડકવામાં આવ્યો છે.થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં પાડોશી રાજ્યમાં જવાના વધતા ચલણને પોલીસ દ્વારા પોલીસે બોર્ડર વિસ્તારમાં સતર્કતા દાખવી છે. ગુજરાત પોલીસ દ્વારા બનાસકાંઠા અને અરવલ્લીમાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. રતનપુર બોર્ડર, શામળાજી, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં હાઈવે પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દારુ પીને કાર હંકારવાને લઈ કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News