જ્વેલર્સની દુકાનોમાં ચોરી અને લૂંટની ઘટના રોકવા પોલીસની પહેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-26 15:40:56
  • Views : 104
  • Modified Date : 2023-08-26 15:40:56

સુરતમાં પોલીસ  દ્વારા જવેલર્સના માલિકો સાથે લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જવેલર્સના માલિકો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક સંવાદના આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા જવેલર્સના માલિકોને તેમની સાથે બનતી લૂંટ અને ચોરીની ઘટના અટકાવવા કઈ કઈ બાબતોની તકેદારીઓ રાખવી તેની માહિતી આપવામાં આવી હતી.સુરત શહેરમાં ગુનાખોરી અટકે તે માટે સુરત પોલીસ દ્વારા સતત જન જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં જવેલર્સ માલિકો સાથે ઠગાઈ તેમજ જવેલર્સની દુકાનોમાં લૂંટ જેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે વરાછા વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા જવેલર્સના માલિકો સાથે લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વરાછા કતારગામ જવેલર્સના માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સુરત પોલીસના એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી નાની મોટી ચોરી અને બેંક લૂંટ જ્વેલર્સ લૂંટની ઘટના જે સામે આવી રહી છે. આવનારા દિવસોની અંદર રક્ષાબંધન અને બાદમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જે દરમિયાન જ્વેલર્સ અને આંગડિયા પેઢી અવર-જવર વધી જતી હોય છે ત્યારે કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સંચાલકોએ અને આંગડિયા પેઢીના સંચાલકોએ શું ખાસ સાવચેતી રાખવી તે માટેના સૂચનો આપવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા જવેલર્સના માલિકો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો અને જવેલર્સ માલિકો દ્વારા કઈ કઈ બાબતનો તકેદારીઓ રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.આ બેઠકમાં સુરત પોલીસના અધિકારીઓ સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રુપલ સોલંકી પણ ખાસ હાજર રહ્યા હતા અને કેટલાક સાલા સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News