બનાસકાંઠામાં પોલીસની માનવતાના થયા દર્શન : પરીક્ષા આપવા આવેલા વિકલાંગ યુવકને પોલીસે ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:40:38
  • Views : 241
  • Modified Date : 2022-04-25 11:40:38

બનાસકાંઠામાં પોલીસની માનવતાના થયા દર્શન : પરીક્ષા આપવા આવેલા વિકલાંગ યુવકને પોલીસે ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યો

બનાસકાંઠા જિલ્લામાં પોલીસના માનવતાના દર્શન થયા છે આજે બિન સચિવાલય યોજાયેલી પરીક્ષામાં એક વિકલાંગ યુવક ને પોલીસે ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ કર્મીનો માનવતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા જોવા મળી રહી છે..

 

સમગ્ર ગુજરાતમાં 30થી લાવવામાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા યોજાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આપવા ઉમેદવારો આવ્યા હતા જેમાં ડીસા ખાતે પણ બિન સચિવાલય પરીક્ષા યોજાઇ હતી જેમાં ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિકલાંગ યુવક બિન સચિવાલય પરીક્ષા આપવા આવેલ તેને ડીસાના પોલીસ કર્મી હરેશ માળી પરીક્ષા આપવા આવેલા વિકલાંગ યુવકને ઉચકીને પરીક્ષા રૂમ માં બેસાડ્યો હતો આ સમગ્ર ઘટના નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પોલીસ કર્મી હરેશ માળી ની માનવતાથી સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા જોવા મળી રહી છે અને પોલીસના માનવતાના  દર્શન થયા છે..

 

 

Download Our B K News Today App



Related News