પાલનપુર પોલીસ હેડ ક્વાટર્સમાં આગ લાગતાં અફરાતફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 12:28:58
  • Views : 476
  • Modified Date : 2019-05-31 12:28:58

પાલનપુર પોલીસ હેડ ક્વાટર્સના ત્રીજા માળે બુધવારે સાંજે એક પોલીસ કર્મીના રહેણાંક ફ્‌લેટમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી. જ્યાં દોડી ગયેલી પાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મકાનમાં પડેલી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.સુરતમાં બનેલી આગની દુર્ઘટના બાદ હરકતમાં આવેલા વહીવટી તંત્ર દ્વારા રાજયભરમાં તમામ પ્રકારના કલાસીસમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠામાં પણ ફાયર સેફટી વિનાના કલાસીસ, શોપિંગ સેન્ટરોના સંચાલકોને નોટીસો આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જિલ્લા મથક પાલનપુરમાં ઉપર ઉપરી આગના બનાવો બની રહ્યા છે. જ્યાં એક સપ્તાહમાંજ હાઇવે નજીકના શોપિંગની લિફ્‌ટમાં આગ લાગી હતી. જે બાદ એરોમા સર્કલ નજીક આવેલા પટ્રોલ પંપે ચાલુ બાઇકમાં ઇંધણ પુરાવતી વખતે આગ ભભૂકી હતી. જોકે, કોઈ જાનહાની થવા પામી ન હતી. ત્યાં પુનઃ શહેરમાં આગની ઘટના બનતાં અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં પાલનપુર પોલીસ હેડ ક્વાટર્સના ત્રીજા માળે બુધવારે સાંજે એક પોલીસ કર્મીના રહેણાંક ફ્‌લેટમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી. જ્યાં દોડી ગયેલી પાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મકાનમાં પડેલી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. 


Download Our B K News Today App



Related News