ધાનેરામાં ૧૮ કલાક બાદ પરિવારે લાશ સ્વીકારતા પોલીસે હાંશકારો અનુભવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 11:55:26
  • Views : 869
  • Modified Date : 2019-08-23 11:55:26

ધાનેરામાં બુધવારે એક યુવકે આત્મહત્યા કરી હતી. પરંતુ મરનાર યુવકના પરિવારના લોકોએ યુવકની હત્યા થઈ છે તેવા આક્ષેપો સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે  ૧૮ કલાક બાદ
પરિવારે લાશ સ્વીકારતા પોલીસે હાંશકારો અનુભવ્યો હતો.
ધાનેરામાં ગઈકાલે સેધાભાઈ ઠાકોર મેધપુરા વાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પણ પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો. પરિવારે લાશ ન સ્વીકારતા મૃતકની લાશ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ૧૮ કલાક પડી રહી હતી. સવારે ઠાકોર સમાજના અનેક આગેવાનો રેફરલ દોડી આવ્યા હતા. ધાનેરા પોલીસ પણ ગંભીરતા સમજીને રેફરલમાં સ્ટેડ બાય થઈ હતી. સમાજના આગેવાનોને ધાનેરા પોલીસે સમજાવવાના પ્રયત્ન હાથ ધરતા આખરે સુખદ ઉકેલ આવ્યો હતો.  પરિવારે બપોરે ૧૨ વાગે મૃતકની લાશ સ્વીકારીને વતન તરફ રવાના થતા ધાનેરા પોલીસે પણ રાહતનો દમ લીધો હતાં.

Download Our B K News Today App



Related News