પાલનપુર એરોમા સર્કલ ઃ પોલીસ હાજર હોવા છતાં ટ્રાફિકજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:47:32
  • Views : 350
  • Modified Date : 2020-10-23 11:47:32

પાલનપુર શહેર ઐતિહાસિક નગર તરીકે આગવી ઓળખ ધરાવે છે. વિશ્વ કક્ષાના કલાકારો, કારીગરો અને સાહિત્યકારો આ નગરની ઓળખ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતો નેશનલ હાઇવે અહીંથી પસાર થાય છે. એરોમા સર્કલ ઉપર પાલનપુર શહેરની એક પોલીસ ચોકી પણ કાર્યરત છે. પાલનપુર શહેર હાઈવેની બંને તરફ વિકાસ
પામ્યું છે. આ સંજોગોમાં એરોમા સર્કલ સતત કાર્યરત વિસ્તાર છે. રાજસ્થાન તરફ જતાં અને આવતાં વાહનો
ઉપરાંત જિલ્લા મથક હોવાથી જિલ્લાના વિવિધ તાલુકાના લોકો પણ પાલનપુર આવતાં હોઈ એરોમા ઉપર સતત લોકોનો ઘસારો હોય છે.
પોલીસ ચોકી અને અનેક ટીઆરબી હોવા છતાં અહીં ટ્રાફિક વ્યવસ્થા માટે
પાલનપુરના લોકો એવું માની રહ્યા છે કે જ્યારે પોલીસ અહીં સક્રિય હોય ત્યારે જ અહીં લાંબો સમય સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. આ સંજોગોમાં અહીં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારી યોગ્ય રીતે ટ્રાફિક મેનેજ કરે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News