વિજયના ઉન્માદમાં છાલા યુવકો નિયમોનું ભાન ભૂલ્યા, પોલીસે ગુનો નોંધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:16:43
  • Views : 348
  • Modified Date : 2020-12-06 11:16:43

ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર આવેલા છાલા ગામમાં વર્ષોથી ચૌધરી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે છાલા અને ગિયોડ ગામની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં છાલા ગામની ટીમ વિજેતા બની હતી. ત્યારે મોડી રાત્રે વિજયની ખુશી મનાવવા માટે ડીજે સાથે ગામના યુવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો નોંધીને સાત જેટલા યુવકોની ધરપકડ કરી છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તમામ ધાર્મિક મેડાવળા, રેલી કરવા ઉપર
પાબંધી લગાવી છે. તેમ છતા કેટલાક લોકો નિયમોની ઐસીતૈસી કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકાના છાલા ગામમાં ચૌધરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફાઇનલ મેચ ગઈકાલે રમાઈ હતી, છાલા અને ગિયોડ ગામની ટીમ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં છાલા ગામની ટીમ વિજેતા બની હતી. ત્યારબાદ વિજેતા બનેલા છાલા ગામના યુવકો દ્વારા ગિયોડ ગામની અંદર ડીજે સાથે બાઈક રેલી યોજી હતી.
યુવાનો ડીજેના તાલે બાઇક રેલી કાઢીને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જેને લઇને
પોલીસ દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ આ યુવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે ડીવાયએસપી એમ.કે. રાણાએ કહ્યું હતું કે, છાલા ગામના યુવાનો દ્વારા ગામમાં જઈને ક્રિકેટ મેચ જીતવાની ખુશીમાં રેલી યોજવામાં આવી હતી. કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે આ પ્રકારના રેલી અને કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ બાબતનો વિડીયો વાયરલ થતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ડીજેના સંચાલક સહિત જિલ્લા પોલીસ દ્વારા ૪ લોકોની ધરપકડ કરાઈ છે.

Download Our B K News Today App



Related News