અમદાવાદમાં પૈસાની લેતીદેતીમાં અપહરણ કરાયેલા સગીરને પોલીસે મુક્ત કરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-02 17:38:58
  • Views : 80
  • Modified Date : 2025-05-02 17:38:58

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી અપહરણ થયેલા સગીર વયના યુવકને ગુજરાત પોલીસે મુક્ત કરાવ્યો છે.યુવકના જ મિત્રો રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા હતા. જેની જાણ પોલીસને થતા ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલા યુવકને ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુક્ત કરાવ્યો છે. આરોપીઓએ ફરિયાદી યુવકનું અપહરણ કરી લીધું

ઘટનાની વિગતે વાત કરીએ તો અપહરણ થયેલા સગીરનો મિત્ર હર્ષ શેરબજારનું કામકાજ કરે છે. જેણે ગણતરીના કલાકોમાં જ શેરબજારમાં રોકાણ કરી સારા રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદી યુવકે તેના મિત્રો પાસેથી ૯.૪૦ લાખ લીધા હતા.ઉછીના લીધેલા નાણાં હર્ષને મોકલવા માટે ફરિયાદી યુવક અને તેના મામા સાથે આંગડિયુ કરવા ગયો ત્યારે આરોપીઓએ ફરિયાદી યુવકનું અપહરણ કરી લીધું હતું.

ત્યારબાદ આરોપીઓ ફરિયાદી યુવકને સાથે રાખી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે ફર્યા હતા. આ દરમ્યાન હર્ષ જેણે આ રૂપિયા લીધા હતા તેનો ફોન સ્વીચ ઓફ થઈ જતા આરોપીઓ ભેગા મળી યુવકને રાજસ્થાન લઈ ગયા હતા.આરોપીઓએ યુવકનું અપહરણ કર્યા બાદ પરિવારજનો પાસે રૂપિયા માંગ્યા ન હતા. અપહરણ થયેલો યુવક સગીર હોવાની ગંભીરતાને જાેતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News