પાલનપુર બાળકી દુષ્કર્મ ૪૦ શકમંદોની પોલીસ દ્વારા પુછપરછ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 11:24:41
  • Views : 451
  • Modified Date : 2020-03-04 11:24:41

પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક સોમવારે ચાર વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને ફરાર થઇ ગયેલા નરાધમને શોધવા માટે જી.આર.પી., આર.પી.એફ અને બનાસકાંઠા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં ચાલીસ જેટલા શકમંદોની
પુછતાછ હાથ ધરવા ઉપરાંત ઘટનાસ્થળ આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવી તેના આધારે બળાત્કારી સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
પાલનપુર રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વચ્ચે રેલ્વેના કન્ડમ થયેલા સ્ટાફ ક્વાર્ટસમાં સોમવારે કોઈ અજાણ્યા નરાધમે એક ૪ વર્ષની બાળકી ઉપર બર્બરતાપૂર્વકલ્‌બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. આ ધૃણાસ્પદ બળાત્કારની ઘટનાનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા માટે જી.આર.પી., આર.પી.એફ અને બનાસકાંઠા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં મંગળવારે બનાસકાંઠા જિલ્લા
પોલીસવડા તરૂણ દુગ્ગલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકી ઉપર થયેલા બળાત્કારની ઘટના ખુબ જ સંવેદનશીલ છે. તેના ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સને શોધી કાઢવા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં કેટલાક શકમંદોની
પુછતાછ પણ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે મહત્વની કડી મળશે તેની મીડિયાને ચોક્કસ જાણ કરવામાં આવશે. આ અંગે આરપીએફ પી.આઇ. નિતિન ગુર્જરે જણાવ્યું હતું કે, પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક જુદાજુદા સ્થળોએ કામ કરતાં શખ્સો સહિત સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના માધ્યમો થકી બળાત્કારીને શોધી કાઢવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News