પાટનગરમાં એલઆરડી ઉમેદવારોનો હલ્લાબોલ, પોલીસ દોડતી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:49:47
  • Views : 345
  • Modified Date : 2021-01-12 11:49:47

પોલીસ ભરતીમાં અન્યાયની માંગ સાથે પુરુષ ઉમેદવારો પાટનગરમાં ન્યાયની માંગ સાથે ચઢાઇ કરી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયાથી ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે. ત્યારે આજે સોમવારે સચિવાલય ઉપર ચઢાઇ કરવાના ઇરાદા સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જેમાં સેક્ટર ૭ પોલીસે ૪૫ ઉમેદવારો સામે એપેડેમીક એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં દોઢ વર્ષ પહેલા મહિલા ઉમેદવારોએ પોલીસ ભરતીમાં ૧/૧૮ના જીઆર રદ કરવા આંદોદન ચલાવ્યુ હતુ. જેમાં આશરે બે મહિનાને અંતે મહિલાઓનુ આંદોલન સફળ રહ્યુ હતુ. જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં સરકારે વધારો કર્યો હતો. વધારાના અંતે પુરુષ ઉમેદવારોએ પણ ૩૩/૬૭નો રેશિયો જાળવવા માટે આંદોલન કર્યુ હતુ. મહીલા ઉમેદવારોની સરખામણીમાં
પુરુષ ઉમેદવારોની જગ્યામાં વધારો કરાયો નથી. જેને લઇને આંદોલન કરાઇ રહ્યુ છે.
પુરુષ ઉમેદવારો આજે સોમવારે ન્યાય મેળવવા સચિવાલયમાં ચઢાઇ કરવામાં આવી હતી. પોલીસ અને ઉમેદવારો છેલ્લા એક
પખવાડિયાથી ઉંદર બિલાડીનો ખેલ રમાઇ રહ્યો છે. ત્યારે આજે એકા એક સચિવાલય પાસે ચડાઇ કરવા જતા પોલીસે ચ રોડ ઉપર જ અટકાયત કરી હતી. પોલીસે દેખાવો કરનાર ૪૫ ઉમેદવારોની અટકાયત કરી હતી. જ્યારે કલેક્ટરના જાહેરનામા ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News