ચીલઝડપ કરતા બે શખ્સોને દિયોદર પોલીસે ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 11:36:01
  • Views : 492
  • Modified Date : 2019-12-03 11:37:43

દિયોદર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે
આરોપીને દબોચી જેલ હવાલે કર્યા છે.  આ બંને આરોપી ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા છે. બંને આરોપી પલ્સર બાઇક પર આવીને લોકોના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઇ જતા હતા. દિયોદર અને ભાભરના ચોરીના ગુનામાં બંનેની સંડોવણી ખુલી છે.
પલ્સર બાઈક સાથે બે આરોપીને દિયોદર પોલીસે ઝડપી પાડયા છે. દિયોદર અને ભાભરમાં થતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે અયોધ્યાનગર પાસે એક મહિલા રીક્ષામાંથી ઉતરીને જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ સોનાના દોરાની તફડંચી કરી હતી. જેનો ભેદ ઉકેલવા પોલીસ કામે લાગી હતી. ત્યારે ગતરોજ દિયોદરમાં વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે બે શકમંદો દેખાતા તેમનો પીછો કરી અટક કરાઇ હતી. જેમની વધુ પુછપરછ કરાતા તેમણે ગત ૨૦-૧૧-૧૯ના રોજ કરેલી તફડંચીની કબુલાત કરી હતી. જેમના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News