માત્ર સીએનજી રીક્ષાની ચોરી કરતા રૂપાલના શખ્સને પોલીસે દબોચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:41:07
  • Views : 343
  • Modified Date : 2021-02-06 11:41:07

ચોરી કરનાર શખ્સોની એક અગલ સ્ટાઇલ હોય છે. માત્ર પસંદગીની ચીજવસ્તુઓની જ ચોરી કરતા હોય છે. ત્યારે ગાધીનગરના રૂપાલ ગામમાં રહેતો શખ્સ માત્ર સીએનજી રીક્ષાની જ ચોરી કરતો હતો. અમાવાદના જમાલપુરમાંથી ચોરીની રીક્ષા સાથે વતન રૂપાલમાં જઇ રહ્યો હતો, તે દરમિયાન સેક્ટર ૨૧ પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી ૩રીક્ષા ચોરીનો ભેદ ઉકેદવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ સેક્ટર ૨૧ પોલીસ ટીમના મહાવીરસિંહ અને પ્રદિપસિંહને બાતમી મળી હતી કે, રૂપાલ ગામનો એક શખ્સ ચોરીની રીક્ષા સાથે ક્રાઉન ચોકડી પાસેથી પસાર થવાનો છે. પરિણામે પોતાની આગવી ઢબથી વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન એક રીક્ષા નંબર જીજે.૦૧. ટીડી.૪૪૬૦ લઇને એક શખ્સ માણસા હાઇવે તરફથી આવી રહ્યો હતો. જેની પાસે વાહનના ડોક્યુમેન્ટ માગતા આપી શક્યો ન હતો.
જ્યારે શખ્સની ઉંડાણપૂર્વક તપાસ કરતા રીક્ષા છ મહિના પહેલા જમાલપુરમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ યુવકની વધુ તપાસ કરતા રૂપાલમા રહેતો પ્રકાશ ઉર્ફે પકો અરજણ વણઝારા હોવાનુ જણાવ્યું હતું. જ્યારે તેને પહેલા પણ આશરે સાત મહિના પહેલા સેક્ટર ૨૫ જીઆઇડીસી પાસેથી અને ચાર મહિના પહેલા સેક્ટર ૨૧ આર વર્લ્ડ સિનેમા પાસેથી રીક્ષા ચોરી કરી હોવાનું સામે આવ્યું હતંુ. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News