બાળકીને લઈને સેવા કરતી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:59:10
  • Views : 496
  • Modified Date : 2020-04-18 11:59:10

અમીરગઢ તાલુકાના અમરપુર-મોટા ગામની હિનાબેનના લગ્ન સામાજીક રિતીરિવાજ મુજબ થોડા સમય પહેલા અમીરગઢના કંસારા ગામે રમેશભાઈ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ હિનાબેને પરી સમાન બાળકીને જન્મ આપ્યો હતો. પતિ ખેતીકામ સાથે સંકળાયેલા છે. જ્યારે હિનાબેન ગુજરાત પોલીસમાં સેવા આપે છે. થોડા સમયે
પોલીસની ટ્રેનીંગ આપી રહ્યા હતા ત્યારે દેશમાં કોરોના નામના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હિનાબેનને અમીરગઢ તાલુકાના ઈકબાલહઢ આઉટ પોસ્ટમાં ફરજ સોંપવામાં આવી છે. હિનાબેન પોતાની પરી જેવી પાંચ મહિનાની બાળકને તેડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલુ છે. લોકોને ઘરની બહાર નહી નીકળળા માટે આદેશ કરવામાં આવ્યા છે. લોકોના જીવના રક્ષણ મોટ સમગ્ર દેશની પોલીસ રસ્તા ઉપર ખડેપગે છે. ત્યારે હિનાબેન ચૌહાણ પણ
પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને પોતાના જીવની તથા બાળકીના જીવની પરવા કર્યા વિના વાહનોનું ચેકીંગ કરી રહ્યા છે. લોકોને સમજણ આપી રહ્યા છે કે તમે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અમે તમારી સેવામાં હાજર છીએ.

Download Our B K News Today App



Related News