બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની મુખ્ય નર્મદાની કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:04:20
  • Views : 687
  • Modified Date : 2021-09-10 14:04:20

     બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ જ્યારથી બની છે ત્યારથી અત્યાર સુધી અનેક લોકોએ નર્મદાની કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આત્મહત્યા જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અત્યાર સુધી અનેક લોકોએ નહેરમાં પડી મોતને વહાલું કર્યું છે. ત્યારે આજે કાંકરેજ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં યુવક-યુવતીની લાશ મળી આવી હતી કાંકરેજના ખારીયા રોણકપુર વચ્ચે ખેંગારપુર મુખ્ય કેનાલમાં બને યુવક યુવતીની લાશ તરતી જોઈ આજુબાજુના લોકોએ તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓને જાણ કરી હતી અને બન્ને યુવક-યુવતીની લાશને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર નિકાળવામાં આવી હતી. જે બાદ અંગેની જાણ થરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને બન્ને યુવક-યુવતીની લાશનો કબજો મેળવી થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને યુવક યુવતીએ કયા કારણોસર મોતને વહાલું કર્યું તે દિશામાં થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News