ડીસાના ભોપાનગર વિસ્તારમાં આગની ઘટનામાં 2 લોકો સામે પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 10:52:07
  • Views : 282
  • Modified Date : 2022-06-05 10:52:07

 

ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન 2 લોકો દ્વારા દારૂના નશામાં ચકચૂર બની મહિલાના મકાનમાં આગ લગાડતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાં રહેતા શીતાબેન માજીરાણાના મકાનમાં અગમ્ય કારણોસર અચાનક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મકાનમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાને પગલે ડીસા દક્ષિણ પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ મકાનમાં અચાનક આગ લાગતાં મકાન માલિકને મોટુ નુકશાન થવા પામ્યું હતું. જે બાદ આજે મકાન માલિક સીતાબેન માજીરાણા ડીસા દક્ષિણ પોલીસ મથકે ભોપાનગર વિસ્તારમાં રહેતા આશિષભાઈ માજીરાણા અને શંકરભાઈ માજીરાણા દારૂના નશામાં ચકચૂર બની મકાનમાં આગ લાગી હોવાની જાણ દક્ષિણ પોલીસ મથકે કરતાં પોલીસે શીતાબેનની ફરિયાદના આધારે બંને લોકો સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે આગની ઘટનામાં શીતાબેને જણાવ્યું હતું કે તેમના ઘરમાં પડેલા દાગીના તેમજ રોકડ રકમની પણ ચોરી થઈ છે. ત્યારે પોલીસ બાબતે તટસ્થ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવે તેવી સીતાબેન એમાં કરી હતી.

Download Our B K News Today App



Related News