કોરોનાને લઇને ધાનેરાની નેનાવા-ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 13:06:15
  • Views : 334
  • Modified Date : 2022-06-18 13:06:15

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ જિલ્લા કલેક્ટરે કોવિડના નિયમોનું પાલન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટરના જાહેરનામાનો અમલ કરાવવા માટે રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર ઉપર જિલ્લા પોલીસવડા દ્વારા સઘન ચેકિંગની સૂચના આપી છે.

જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ, ગુંદરી ચેકપોસ્ટ, ખોડા ચેકપોસ્ટ અને ધાનેરાની વાસણ અને નેનાવા ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજસ્થાન કે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો અને વાહન ચાલકોને અટકાવી પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સમજાવવામાં આવી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે જે માહોલ આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટો પર હતો તે માહોલ ફરી એકવાર પોલીસ ચેકપોસ્ટો પર જોવા મળી રહ્યો છે. ધાનેરાના નેનાવા અને ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા મુસાફરોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા સમજાવવામાં આવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News