રાષ્ટ્રપતિ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું, સરદારનું નામ ભૂસાયું- મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 13:15:30
  • Views : 314
  • Modified Date : 2021-02-24 13:15:30

    અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો છે. સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જેનાથી આ વિસ્તારના નાગરીકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો કર્યો છે.

    નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં મેચ રમાઇ રહી છે ત્યારે ખેલાડીઓ ઉપરાંત તેમના ફેન્સમાં પણ અતિઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી ટીમ ઈન્ડિયાને ચીઅર કરતા રામબાબુ સાથે દિવ્યભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં રામબાબુએ જે તેમના શરીર પર તિરંગો ચિત્રાવે છે તે વિશેની વાત તેમજ ભારતીય ક્રિકેટ ટીમ અને મહેન્દ્ર સિંહ સાથે જોડાયેલા સ્મરણો વાગોળ્યા હતા. રામબાબુ તેમના શરીર પર કરવામાં આવેલા પેઇન્ટિંગ અંગે કહ્યું કે, જ્યારે મેચ હોય ત્યારે વહેલી સવારે ચાર-પાંચ વાગે ઊઠીને બોડી પર ખાસ પ્રકારના કેમિકલ લગાવીને પેઈન્ટિંગ કરવું પડે છે. આ પ્રક્રિયામાં કુલ પાંચ થી છ કલાક કરતાં પણ વધારે સમય લાગે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન શિયાળો હોય કે ઉનાળો સતત ખુલ્લા શરીરે રહેવું પડે છે. ઉનાળમાં શરીર પર પેઇન્ટિંગ કરેલું હોવાથી ચામડીને ઘણું નુકસાન પણ થતું હોય છે. છતાં પણ રામબાબુનો ભારતીય ટીમને ચીઅર કરવાનો જુસ્સો હંમેશા વધુને વધુ જ રહે છે.

    મનીષ રાઠોડ નામના વિરાટ કોહલીના હમશકલ પણ મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે.જેઓ વિરાટ કોહલીના ફેન છે અને અમદાવાદના વસ્ત્રાલમાં રહે છે અને આજે પરિવારના 21 લોકો માટે પોતાના સ્વખર્ચે ટિકિટ ખરીદીને મેચ જોવા માટે આવ્યા છે. નવાઈની વાત એ છે કે તેઓ કોહલીના એટલા ઘેલા ફેન છે કે જ્યારે વિરાટ કોહલીના લગ્ન થયા એજ દિવસે તેમણે પણ લગ્ન કર્યા હતા.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ આજે અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. જે કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. ભવ્ય જલસા જેવા આ ક્રાર્યક્રમને જ સ્ટેડિયમનો ઉદ્ઘાટન કાર્યક્રમ માનવામાં આવતો હતો. જોકે હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યારે ઉદ્ઘાટન થઈ ગયા બાદ હવે સત્તાવાર ઉદ્ઘાટન યોજવામાં આવ્યો હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.

    BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.


Download Our B K News Today App



Related News