ધાનેરાના માલોત્રા ગામે ડે. સરપંચની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:48:31
  • Views : 585
  • Modified Date : 2019-11-12 12:48:31

ધાનેરા તાલુકાના માલોત્રા તેમજ મોટામેડા ગ્રામ
પંચાયતની ચૂંટણી યોજાઇ હતી અને એકાદ મહિના પછી પ્રથમ બેઠકમાં ડે. સરપંચની ચૂંટણી યોજવાની પ્રક્રિયા હોવાથી સોમવારે બન્ને ગ્રામ પંચાયતોની ડે. સરપંચની ચૂંટણીમાં માલોત્રા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યારે મોટામેડા ગામે બીનહરીફ ડે. સરપંચની વરણી કરવામાં આવી હતી.
ધાનેરા તાલુકાના મોટામેડા તેમજ માલોત્રા ગ્રામપંચાયતની ચૂંટણીને એક માસ પુરો થતાં પ્રથમ બેઠક સોમવારે પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવી હતી અને તેમાં માત્ર એકજ એજન્ડા રાખવામાં અવ્યા હતા. જેમાં ડે. સરપંચની વરણી કરવાનો એજન્ડા હોવાથી મોટામેડા ગામે ડે. સરપંચ તરીકેની બીનફરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે માલોત્રા ગ્રામ પંચાયતમાં ડે.સરપંચની ચૂંટણી માટે ભારે રસાકસી હોવાથી પંચાયતના તમામ સભ્યોને થોડા દિવસો અગાઉ સહેલગાહે મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી સીધા મતદાન કરવા માટે લાવવામાં આવ્યા હતા. સરપંચ ઉમાભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક શરૂ કરવામાં આવતા ડે. સરપંચ માટે બે ફોર્મ ભરાયા હતા (૧) માસુંગભાઇ મહેદાભાઇ ચૌધરી (૨) રતનીબેન ગગદાભાઇ મુંજી, આમ બન્ને ફોર્મ ભરાતા તેમને ટેકો આપવા માટે મતદાન કરાવતા માસુંગભાઇ ચૌધરીને સાત મત મળેલ. જયારે સામે રતનીબેન મુંજીને છ મતો મળતા માસુંગભાઇ ચૌધરીને વિજેતા જાહેર કર્યા હતા. આ રસાકસીભરી ડે.સરપંચની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, જેથી પોલીસે આ બાબતે બંદોબસ્ત પણ રાખ્યો હતો. જેમાં આર.બી.ઠક્કર (વિસ્તરણ અધિકારી પંચાયત), તલાટી કમમંત્રી માધાભાઇ પટેલ તથા ધાનેરા પી.એસ.આઇ. મરંડ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News