પાલનપુરમાં આફ્રિકન નાગરિકની મદદે પોલીસ આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:58:29
  • Views : 1489
  • Modified Date : 2019-11-27 11:58:29

પાલનપુરમાં આવેલા એક આફ્રિકાના સુદાનના યુવકની લેપટોપ - અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બેગ ગૂમ થઈ ગઈ હતી. જે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપી  આપી પ્રશંનસીય કામગીરી કરી છે.
     બનાસકાંઠા જિલ્લાના મુખ્યમ મથક પાલનપુર ખાતે સોમવારે એક આફ્રીકન નાગરિકની ડોક્યુમેન્ટની બેગ ખોવાયેલ હતી. જે બાબતે તેમણે હાજર પોલીસ સ્ટાફને તેમની ભાષામાં વાત કરી હતી. જે ભાષા પોલીસ કર્મચારીને ખબર નહિ પડતા પાલનપુર પશ્વિમ
પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.
જ્યાં જિલ્લા પોલીસવડા તરુણ દુગગલની સૂચનાથી
પીઆઇ આર. કે. સોલંકીના માર્ગદર્શન હેઠળ પાલનપુરના
પશ્વિમ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.જે.વાળાએ સુદાની નાગરીક સાથે અંગ્રેજી ભાષામાં વાત કરતા તેઓએ જણાવ્યું હતું  કે, અમદાવાદથી આબુરોડ ખાતે માધવ યુનિવર્સિટી તેઓના ભાઇ અભ્યાસ કરતા હોઇ તેઓને મળવા જતા હતા. આ દરમ્યાન તેઓ ૧૧કલાકે એરોમાં સર્કલ પાલનપુર ખાતે ઉતર્યા હતા. ત્યાં તેમની બેગ કે જેમાં લેપટોપ અને અગત્યના દસ્તાવેજો હતા. તે બેગ ક્યાંક ગુમ થઇ ગઇ હતી. જેથી સ્ટાફની મદદથી પોલીસે શહેરમાં લગાવેલ સીસીટીવી ફુટેજની મદદ મેળવી નાગરિકને સાથે રાખી લેપટોપ તથા અગત્યના દસ્તાવેજો વાળી બેગ શોધી કાઢી મંગળવારે પરત આપી હતી.


Download Our B K News Today App



Related News