ડીસાના રાણપુર વચલા વાસ ગામ માં ગઈકાલે યુવકની હત્યા કરનાર શખ્સો ને પોલીસે ગણતરી ના કલાકો માજ પકડી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-01 11:17:00
  • Views : 6829
  • Modified Date : 2022-08-01 11:17:00

 

ડીસાના રાણપુર વચલા વાસ ગામ માં ગઈકાલે યુવકની હત્યા કરનાર શખ્સો ને પોલીસે ગણતરી ના કલાકો માજ પકડી પાડ્યા છે.પત્ની સાથે આડા સબંધ ના વહેમ માં ચાર શખ્સોએ ગુપ્તિના ઘા મારી યુવક ની હત્યા કરી હતી. ડીસા તાલુકા પોલીસે હત્યા કરનાર ત્રણ શખ્સો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર વચલા ગામ ખાતે રહેતા પોપટજી ઠાકોરની ગઈકાલે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી પેટમાંથી આંતરડા બહાર કાઢ્યા હતા.જેથી પોપટજી ઠાકોરનું મોત નીપજ્યું હતું.જે બાદ હત્યારાઓ એ યુવકની લાશ ને ગામના હનુમાનજીના મંદિર પાસે ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મૃતક પોપટજી નો મોબાઈલ ચેક કરતા છેલ્લે આવેલ નમ્બર ઉપરથી તપાસ કરતા હત્યાનો ભેદ તુરંત ઉકેલાઈ ગયો હતો.  રાણપુર વચલા વાસ ગામમાં રહેતા મફાજી ઠાકોરે તેમના મિત્ર વર્તુળમાં જ દરરોજ સાથે બેસતા રણજિતજી ઠાકોરને જણાવેલ કે આ પોપટ તારા બૈરા વિશે જેમ તેમ બોલે છે જેથી રણજીત ને ગુસ્સો આવતા રાત્રે જ ફોન કરીને પોપટને ગામમાં આવેલ મંદિર પાસે બહાર બોલાવી તેની સાથે ઝઘડો કર્યો હતો.જેમાં રણજીત,  તેનો ભાઈ રાહુલ અને તેમના પિતા નાનુજી ઠાકોરે ગુપ્તીના ઘા મારી પોપટની હત્યા કરી હતી. મારવા માટે જ્યારે પોપટજીને મંદિર પાસે બોલાવ્યો તે પહેલા ત્યાંની લાઈટો બંધ કરી દીધી હતી તેમ છતાં પણ પોપટજીએ ત્યાં હાજર રહેલા રણજીત અને તેના પિતા ને માર માર્યો હતો તે સમયે અંધારામાં પાછળથી રાહુલે ગુપ્તિ મારતા પોપટજી ને ગંભીર ઈજા પહોંચી હતી તેમ છતાં પણ ઇજાગ્રસ્ત પોપટજીએ રાહુલ ના હાથમાંથી ગુપ્તી પડાવી ત્રણેય જણા ને ઇજાગ્રસ્ત કર્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોપટજી નીચે પડી જતા તેમના પેટ અને પીઠ ના ભાગે ઉપરા ઉપરી ગુપ્તિ ના સાત ઘા મારી પોપટજીનું ઢીમ ઢાળી દીધું હતું અને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફાજી ઠાકોર,  ગુપ્તીના ઘા મારનાર

રણજીત ઠાકોર અને તેના ભાઈ રાહુલ ની અટકાયત કરી છે જ્યારે ફરાર નાનજી ઠાકોર ની તપાસ ચાલુ છે. . . .

 

Download Our B K News Today App



Related News