લાખણીમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી પૂતળાદહન કરતાં પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-16 18:17:08
  • Views : 307
  • Modified Date : 2022-07-16 18:17:08

 

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા મથકે યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલ મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને પૂતળાદહન સહિત રોડ ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે લાખણી ખાતે વિરોધ પ્રદર્શન પૂતળાદહન અને રોડ ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વાસણા ત્રણ રસ્તા એથી રેલી યોજી લાખણી બસ સ્ટેન્ડ ઉપર રોડ ચક્કાજામ કરીને બે પૂતળા લાવીને તેમનું દહન કરવાનું હતું ત્યારે આગથળા પોલીસે એક પૂતળું પ્રથમ આવ્યું એ લઈ લીધું અને પોલીસની નજર ચૂકવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પૂતળા નું દહન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો સરકાર વિરુદ્ધ નારા બાજી કરીને રોડ ચક્કાજામ કર્યો હતો આગથળા પોલીસે અંદાજીત ૩૦ જેટલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી આ વિરોધ પ્રદર્શનમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મંત્રી શ્રવણભાઈ દવે લાખણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધુડાભાઈ પટેલ યુથ કોંગ્રેસના સુરેશભાઈ ગળસોર, જયેશભાઇ કરમટા, આર.કે.સોઢા,મેરાજભાઈ દેસાઈ,તેજાભાઈ દેસાઈ,ગીતાબેન નાઈ(થરાદ) સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News