મરઘાએ 45 વર્ષીય વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ થયું, પોલીસે મરઘાની ધરપકડ કરી, અને તેને કોર્ટમાં રજૂ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 15:39:46
  • Views : 373
  • Modified Date : 2021-02-27 15:39:46

    તેલંગાણામાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં પોલીસે એક મૃત્યુના કેસમાં એક મરઘાને પોતાની કસ્ટડીમાં લીધો છે. આ કિસ્સો તેલંગાણાના જગતિયાલ જિલ્લાનો છે. જ્યાં સોમવારે યેલ્લમ્મા મંદિરમાં મરઘાઓની લડાઈનો ખેલ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક મરઘાએ 45 વર્ષના ટી સતિષ પર હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું

    22 ફેબ્રુઆરીના રોજ લોથુનુર ગામમાં આ ઘટના ત્યારે બની હતી જ્યારે મરઘાને ગેરકાયદેસર મરઘાઓની લડાઈ માટે લાવવામાં આવ્યા હતો. છરી પગમાં બંધાયેલી હોવાને કારણે મરઘો તડફડી રહી હતી. મરઘાના પગ સાથે એક છરી બાંધેલી હતી, જે 45 વર્ષના સતીષ નામના વ્યક્તિનને પેટમાં વાગી. ત્યારબાદ સતિષને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ સતિષને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો.તેલંગાણામાં મરઘાની લડાઈ પર પ્રતિબંધ છે. પરંતુ તેને ગેરકાયદેસર રીતે યેલ્લમ્મા મંદિરમાં રાખવામાં આવી હતી. કેસની તપાસ કર્યા બાદ, પોલીસ મરઘાને ગોલપલ્લી પોલીસ સ્ટેશન લઈને આવી છે. જ્યાં તેને પોલીસ કર્મચારીઓની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. પોલીસે મરઘા માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરી છે.

    પોલીસે મરઘાની ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, પોલીસે આ વાતનો ઈનકાર કર્યો છે. ગોલપલ્લી લાઈફના એસએચઓ બીએ સ્પષ્ટ કર્યું છે કે મરઘાની ન તો ઘરપકડ કરવામાં આવી છે ન તો કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, પોલીસ મરઘાંને અદાલતમાં રજૂ કરશે. ન્યાયાધીશની સૂચના બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News