પોલીસે બે વિદ્યાર્થીનીઓને નિશાન બનાવનાર વિધર્મી 3 બાળકોના પિતાની ધરપકડ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-05 13:46:39
  • Views : 90
  • Modified Date : 2023-08-05 13:46:39

ભરૂચમાં લવ જેહાદના વિવાદની આગમાં તેલ પૂરતો મામલો સામે આવ્યો છે. ભરૂચના પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી શખ્શે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં 20 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ પ્રારંભે ભાવ આપ્યો ન હતો પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી. વિદ્યાર્થીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.લગ્ન કરવાના હોવાનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને મનાવી તેને ભરૂચની અલગ -અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું. વિદ્યાર્થીનીના  પ્રેમને તેણે  શારીરિક ભૂખ સંતોષવાનું માધ્યમ બનાવી દીધું હતું.એક દિવસ અચાનક પીડિત યુવતીના મોબાઈલ ઉપર સિરાજ રુસ્તમ પટેલ નામના વ્યક્તિની પત્નીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પતિ સાથે આડા સંબંધનો આક્ષેપ મુક્યો હતો. આ વાતચીત બાદ શંકા જતા પીડીતાએ પોતાની ભાભીને કોલ વિશે જાણ કરી હતી. પરિવારની તપાસમાં ભાંડો ફૂટ્યો કે મેહુલ પટેલના નામે જે યુવાન પીડિતાના સંપર્કમાં છે તે અસલમાં સિરાજ રુસ્તમ પટેલ છે.બનાવની જાણ પોલીસતંત્રને કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી કે ભૂતિયાએ તપાસ શરૂ કરી હતી. રુસ્તમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો કે આ શખ્શ પરણિત અને  3 બાળકોનો પિતા છે. ખોટા આધારકાર્ડ અને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તે વિધર્મી યુવતીઓને ફસાવી શારીરિક શોષણ કરવાની માનસિકતા ધરાવે છે.જેણે  કુલ બે યુવતીઓને શિકાર બનાવી હોવાની હકીકત અત્યારસુધી સામે આવી છે.સિરાજ રુસ્તમ પટેલના કાવતરાનો પર્દાફાશ થતા તેની વિરુદ્ધ ઇ.પી.કો કલમ- ૩૭૬, ૩૧૩, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી સિરાજ રુસ્તમ પટેલ રહેવાસી પગુથણ બાપુ નગર તા.જી. ભરૂચ અને હાલ રહેવાસી લીમડી નવી નગરી તા. વાગરા જી. ભરૂચની ધરપકડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News