પાટણમાં કોરોનાના ૫ પોઝીટીવ કેસ મળી આવતા બનાસકાંઠા પોલીસ એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:01:33
  • Views : 1347
  • Modified Date : 2020-04-08 11:01:33

પાટણ એ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલો જિલ્લો છે. ત્યારે એક જ દિવસમાં પાટણમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા બનાસકાંઠા પોલીસ એલર્ટ થઈ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસ કોવિડ ૧૯ એક પછી એક જિલ્લાઓમાં સંક્રમિત થઈ રહ્યો છે અને અત્યાર સુધી ગુજરાતના ૧૭ જિલ્લાઓને તેના ભરડામાં લઇ લીધા છે. જોકે હજુ સુધી બનાસકાંઠા જિલ્લો તેમાંથી બાકાત રહ્યો છે. પરંતુ છેલ્લાં ૨૪ કલાકમાં જ
પાટણ જિલ્લામાં પાંચ જેટલા કોરોના વાયરસ સંક્રમિત કેસો સામે આવતા જ બનાસકાંઠા જિલ્લાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને પાટણ જિલ્લાને લગતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. જેમાં પાટણને જોડતા તમામ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દિધી  છે. પાટણથી આવતા તમામ વાહનોને ચકાસવામાં આવી રહ્યા છે. તેમજ એસેન્શિયલ્સ સર્વિસ સિવાયના તમામ લોકોને પણ બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ પર નિષેધ ફરમાવ્યો છે અને તમામ
ચેકપોસ્ટ પર પોલીસ વાહનચાલકોને સમજાવી
પોતાના ઘરે જ રહેવા માટે સૂચના આપી રહી છે.  જેથી પાટણની જેમ બનાસકાંઠા જિલ્લાના લોકોને કોરોના વાયરસના
કહેરથી બચાવી શકાય.

Download Our B K News Today App



Related News