અગ્નિપથ ના વિરોધ મા ભારત બંધ ના એલાન ને લઈ પોલીસ એલર્ટ જિલ્લા માં જાહેર અને મહત્વના સ્થળો એ પોલીસ પેટ્રોલિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:12:47
  • Views : 216
  • Modified Date : 2022-06-21 11:12:47

 

વહેલી સવાર થી dysp સહિત ના અધિકારીઓ નો પોલીસ બંદોબસ્ત

 અગ્નિપથ યોજના ના વિરોધ માં વિવિધ સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે બનાસકાંઠા જિલ્લામાં ભારત બંધના એલાનની કોઈ અસર જોવા મળી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે જિલ્લા પોલીસ વડાએ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો

અસામાજિક પ્રવુતિ અથવા બળ જબરી પૂર્વક બંધ કરાવનાર સામે કડક કાર્યવાહી થશે

અગ્નિપથ યોજનાને રે અત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જે અંતર્ગત વિવિધ સંગઠનોએ આજે ભારત બંધનુ એલાન આપ્યું હતું જો કે બનાસકાંઠા જિલ્લામાં ભારત બંધના કલામની કોઈ અસર જોવા મળી હતી. ભારત બંધ ને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ચેતવણી કે અસામાજિક તત્વો શાળા,કોલેજ,દુકાનો કે લોકો ને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તેઓની સામે કડક કાર્યવાહી આવશે. અને આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં DYSP અને PI કક્ષાના અધિકારી ની નિગરાની હેઠળ બંદોબસ્ત ગોઠવાયો હતો. વજ્રગાડીઓ અને માઉન્ટેડ પોલીસ પણ તૈનાત કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં હોઇ બોર્ડર પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આવતા જતા તમામ વાહનો નું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતુંપોલીસ ના કડક બંદોબસ્ત કારણે જિલ્લામાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી અને કોઈ અનિચ્છનીય બનાવ પણ બનવા પામ્યો નથી

Download Our B K News Today App



Related News