ચોરીના મોટરસાયકલ સાથે ઈસમને ઝડપતી ગઢ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:58:37
  • Views : 1800
  • Modified Date : 2019-12-05 13:58:37

ગઢ પોલીસ મથકના પીએસઆઈ પી. જી. રાજપૂત તથા હે. કો. નવીનભાઈ તેમના સ્ટાફ સાથે મંગળવાર સાંજના સમયે ગઢ પોલીસમથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સામઢી રાણાજીવાસ ખાતે એક ઈસમ મોટરસાયકલ લઈ પસાર થતાં તેને ઉભો રાખી મોટરસાયકલના કાગળો માંગતા કાગળ ન મળી આવતાં પોલીસને શંકા જતા તેની પુછપરછ કરતા તેનું નામ પરેશ ઉર્ફે મંગળ કાળુભાઈ વાલ્મિકી રહે. સામઢી રાણાજીવાસ જણાવેલ અને મોટરસાયકલ ચોરીનું હોવાનું કહેતા તેની પુછપરછ કરતાં તેનો મિત્ર મુકેશજી પ્રધાનજી સોલંકી રહે. સામઢી મોટાવાસના અને આ બન્નેએ ભેગા મળી ડીસા તાલુકાના ભોયણ ગામના પાટીયા પાસેથી બે મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરતાં ગઢ પોલીસે બે મોટરસાયકલ સાથે પરેશ ઉર્ફે મંગળ વાલ્મિકીની અટકાયત કરી મુદામાલ કબજે કરી ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા પોલીસે આરોપી અને મુદામાલનો કબજો મેળવ્યો હતો અને આરોપીને ડીસા ખાતે લઈ જવામાં આવ્યો હતો . 



Download Our B K News Today App



Related News