વારંવાર મોતની હારમાળા સર્જતી જગ્યાઓને ટ્રાફિક પોલીસે બ્લેક સ્પોર્ટ જાહેર કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 12:02:38
  • Views : 271
  • Modified Date : 2020-12-30 12:02:38

રાજ્યના પાટનગરમાં રોડ રસ્તા પહોળા હોવાના કારણે અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે. વાહન ચાલકોની ભુલના કારણે પણ નિર્દોશ લોકો જીવ ગુમાવે છે. પુરપટ ઝડપે વાહન હંકારવાના કારણે, જ્યારે કેટલીકવાર સાંકડા રસ્તાઓથી અકસ્માતો વધે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિક
પોલીસ દ્વારા અસ્માત સર્જતી જગ્યાઓ જાહેર કરાઇ છે. હાલમાં ટ્રાફિક પોલીસે ૧૮ જગ્યા જાહેર કરી છે. પરંતુ જાહેર કર્યા વિનાની પણ જગ્યાઓ છે, જ્યા અકસ્માત થાય છે.
ગાંધીનગર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અકસ્માત અટકાવવા માટે પાણી પહેલા
પાળ બાંધવાની કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના ગાંધીનગર શહેર, તાલુકો, દહેગામ શહેર અને તાલુકામાં જ્યાં અકસ્માત વધે છે તે જગ્યાઓને બ્લેક સ્પોર્ટ જાહેર કરી છે. આ જગ્યાએ વારંવાર અકસ્માત છે. જેમાં અનેક નિર્દોશને જીવ ખોવાનો વારો આવ્યો છે. કોઇના પિતા તો કોઇએ પોતાનો એકનો એક લાડકવાયો ખોયો છે. ભવિષ્યમાં કોઇનો દિકરો કે સ્વજન અકસ્માતમાં જીવના ગુમાવે માટે
પોલીસે ૧૮ ચોકડીને બ્લોક સ્પોર્ટ જાહેર કરી બેનર લગાવી તકેદારીના ભગલા લીધા છે.

Download Our B K News Today App



Related News