રોડના બે ભાગ થયા, વાહનો ફસાઇ ગયા... જુઓ PoKમાં ભૂકંપથી તબાહીની તસવીરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 18:22:43
  • Views : 537
  • Modified Date : 2019-09-24 18:22:43

ભૂકંપનો ઝટકો અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને તેઓ પોતાના ઘર અને ઓફિસોની બહાર નીકળી ગયા.જોકે પાકિસ્તાનના મીરપુરમાં ભૂકંપના ભારે આંચકાઓના કારણે કેટલીક ઇમારતો ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પીઓકેમાં ભૂકંપના કારણે 68 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયાના સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓમાં રોડમાં મોટી તિરાડો પણ નજરે આવવા લાગી છેરિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે, જેનું કેન્દ્ર પીઓકેના જાટલાનની પાસે જણાવાય રહ્યું છે. આ જગ્યા લાહોરથી અંદાજિત 173 કિલોમીટર દૂર હતું. ભૂકંપના ઝટકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશની અલગ અલગ જગ્યાઓ પર પણ અનુભવાયા છે.અત્યાર સુધી ભૂકંપથી ભારતમાં જાનમાલને કોઇ નુકસાનના કોઇ સમાચાર સામે નથી આવ્યા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ PoKના જાટલાન વિસ્તાર જણાવાય રહ્યું છે. આ વિસ્તારથી જોડાયેલ જમ્મૂ કાશ્મીરમાં પણ ભૂકંપની અસર વધુ જોવા મળી છે.જોકે જમ્મૂ કાશ્મીર પોલીસના જીડીએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં ભૂંકપથી અત્યાર સુધીમાં કોઇ નુકસાન થવાના સમાચાર નથી સામે આવ્યાપીઓકેમાં ભૂકંપના કારણે તબાહી મચી છે જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતના સમાચાર મળ્યા છે. ત્યારે રોડ વચ્ચેથી ફાટી ગયો છે. ગાડીઓ પલટી ગઇ છે.

.




Download Our B K News Today App



Related News