સેનાએ તોપથી POKમાં ગોળા ફેંકીને 4 આતંકી લોન્ચ પેડ ધ્વસ્ત કર્યા, 5 પાક. સૈનિક અને 5 આતંકી ઠાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:33:34
  • Views : 458
  • Modified Date : 2019-10-20 18:33:34

સેનાએ રવિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 4 થી 5 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા. પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને અંજામ આપવા માટે શનિવારે રાત્રે અચાનક ભારતીય પોસ્ટ પર ગોળીબાર શરૂ કર્યો તે જ વખતે સેનાએ આ કાર્યવાહી કરી હતી. ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ આર્ટિલરી ફાયરિંગ કરીને POKના ઝૂરા , એથમુકામ અને કુંદલશાહીમાં સ્થિત 4 આંતકી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા. આ વર્ષે 26 ફેબ્રુઆરીએ POKના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ સેનાની આ પહેલી મોટી કાર્યવાહી છે.

રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ બિપીન રાવત સાથે વાત કરી. ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, રાજનાથ સિંહે પોતે આ પરિસ્થિતી પર નજર રાખી રહ્યાં છે તેમણે સેના પ્રમુખને સતત અપડેટ આપવાના આદેશ આપ્યા છે.

સરહદ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ; 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત

પાકિસ્તાને રવિવારે સવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાના ચેકપોસ્ટ અને ગામના લોકોને નિશાન બનાવ્યા હતા. તાંઘર સેક્ટરમાં ભારે ગોળીબારના કારણે જવાનો શહીદ થયા હતા. સાથે જ એક નાગરિકનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે. LOC પર ફાયરિંગના કારણે બે ઘર પુરી રીતે તબાહ થઈ ગયા છે. સાથે જ અન્ય ઘણા રહેણાક ઘરોને નુકસાન થયું છે.

પાકિસ્તાન 2 હજારથી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે

  • 15 સપ્ટેમ્બરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધી પાકિસ્તાન 2050થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. જેમાં 21 નાગરિકોના મોત થયા હતા. સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનાઓમાં આતંકીઓની ઘુસણખોરી પણ સામેલ છે.
  • ભારતે પાકિસ્તાનને ઘણી વખત અપીલ કરી છે કે 2003ના સીઝફાયર કરારનું ઉલ્લંઘન ન કરો અને તમારા સૈનિકોને સરહદ પર શાંતિ અને સંયમ જાળવી રાખવાના આદેશ આપો. તેમ છતા સરહદ પારથી આ પ્રકારની ઘટનાઓનો અંત નહોતો આવ્યો.

આતંકીઓ શ્રીનગરની આસપાસ છુપાયા છે
શ્રીનગરમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો ચાલું છે. 10થી વધારે આતંકી શ્રીનગરની આસપાસ સંતાયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે હવે બસ તકની રાહ જોઈ રહ્યાં છે. આ લોકો કાશ્મીરમાં કડકાઈ ઓછી થવા અને સુરક્ષા પ્રતિબંધોને ઢીલ મળે તેની જ રાહ જોઈને બેઠા છે. પથ્થરબાજોના નેટવર્કને પણ સક્રિય કરવાના પ્રયાસો ચાલું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આતંકીઓ શ્રીનગરના બહારના વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News