વડગામ તાલુકાના મજાદર ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 11:36:22
  • Views : 928
  • Modified Date : 2020-05-02 11:36:22

લોકડાઉનના દિવસો પુરા થવાના આરે હતા, ત્યાં મજાદર ગામે એક કેસ
પોઝીટીવ આવ્યો છે. અગાઉ  ૨૪ તારીખે મુંબઈના
પીલહારથી ભેંસોની ટ્રકમાં આવતા ૧૬  ઈસમોને છાપી
પોલીસ દ્વારા ધારેવાડા
ચેકપોસ્ટ પર પકડી પાડવામાં આવ્યા હતા અને હોમ કોરોન્ટાઈન કરવા માટેની જરૂરી સુચનાઓ આપી જામીન પર છોડવામા આવ્યા હતા. જે પૈકી એક ફૈઝાન લુકમાન બગા પણ હતો. જેઓનો કેસ
પોઝીટીવ આવ્યો છે. મજાદરની અગિયાર હજારની વસ્તી ધરાવતા ગામમાં
પોઝીટીવ કેસ આવતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. મજાદર ગામના રાહતપુરા વિસ્તારમાં મસ્જિદ પાછળના ઘરમાંથી કેસ પોઝીટીવ આવેલ છે. મુંબઈથી આવેલ પિતા-
પુત્રના સેમ્પલ લેવાયા હતા. જેમાં પિતાનો રીપોર્ટ નેગિટિવ આવેલ અને પુત્રનો રીપોર્ટ
પોઝીટીવ આવતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. પોઝીટીવ દર્દીને પાલનપુર સિવિલ ખાતે આઈસોલેશન વોર્ડમાં લઇ જવામાં આવ્યો હતો અને ઘર પરિવારના છ સભ્યોને છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા. પોઝીટીવ આવેલ દર્દીને શરદી, ખાંસી કે તાવનું એકપણ લક્ષણ ન હોવાથી ચિંતામાં વધારો થયો છે.

Download Our B K News Today App



Related News